ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ છેલ્લો વન ડે મેચ રાજકોટમાં રમશે. તેમજ ત્યાર બાદ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ પણ રાજકોટમાં રમાશે. આ સાથે સિરીઝની પહેલી 2 વન ડે કોહલી,રોહિત જેવા સ્ટાર્સને આરામ અપાયો છે ત્યારે રાજકોટની છેલ્લી મેચમાં કોહલી,રોહિત અને પંડ્યા સાથે ફૂલ ટીમ રમશે તેમજ રાજકોટની વન ડે બાદ ભારતીય ટીમ સીધી વર્લ્ડ કપની મેચ રમશે. ત્યારે વર્લ્ડ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની બની છે. તેમજ આ વખતે ટિકિટના ભાવ થોડા વધુ હોવાથી 1500થી લઈને 10 હજાર સુધીની ટિકીટ બજારમાં આવી છે. આ ઉપરાંત 25 સપ્ટેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયની ટીમ રાજકોટ આવશે. જેથી રાજકોટમાં ક્રિકેટ રસિકોમાં 3 દિવસ સુધી ક્રિકેટ ફીવર છવાશે