કોડીનાર તાલુકાના માલગામમાં બે માસથી પાણીની રામાયણ ચાલી રહી છે છતાં પાણી પુરવઠા બોર્ડને કોઈ ફરક પડતો નથી ડોળાસા નજીકના માલગામ ખાતે છેલ્લા બે મહિનાથી પાણીની રામાયણ સર્જાઈ છે અહી બે જગ્યાએથી પાણી આપવામાં આવતું હતું જામવાળા ડેમ ની પાઇપ લાઇન થી અને જરૂર પડ્યે નર્મદા પાઇપ લાઈન દ્વારા પાણી અપાય છે.પણ અગમ્ય કારણો સર બે માસ થી માલગામની પ્રજા તરસે પીડાય છે પણ પાણી પુરવઠા બોર્ડના કોઈ અધિકારી ડોકાતા નથી….!! માલગામ ખાતે દોઢ વર્ષથી પંચાયતની મુદત પૂરી થઈ ગઈ છેપણ ચૂંટણી જાહેર ન થતાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યું છે પાણીની સમસ્યા બે દિવસમાં નહિ ઉકેલાય તો ગામ ની મહિલાઓ બેડા સરઘસ કાઢી કોડીનાર મામલતદારની કચેરીએ જઈ રજૂઆત કરશે..