રાજકોટ શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા માટે ’નો ડ્રગ્સ ઇન રાજકોટ’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ડીસીપી એલસીબી ઝોન.1 સજ્જનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોઠારીયા રોડ ચોકડી પાસેથી શાપરના બે શખ્સોને 20 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી લીધા હતા તેમની પાસેથી રોકડ અને બે મોબાઈલ ફોન સહિત રૂ.2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ઝડપાયેલા શાપર વેરાવળના બન્ને શખ્સો આ ગાંજાનો જથ્થો શાપરની મહિલા માટે સુરતથી લઈ આવ્યા હોવાનું પ્રાથમિક બયાનમાં બંને શખ્સોએ પોલીસને જણાવ્યું છે.
કોઠારીયા ચોકડી પાસેથી 20 કિલો ગાંજા સાથે શાપરના બે શખ્સો પકડાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -