શાપર વેરાવળ ના પડવલા રોડ ઊભા રહેતાં રેંકડી પાથરણાવાળા કેબીનવાળા સહિત ના સ્ટ્રીટ વેન્ડર્સ ને 4,5 ના રોજ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નોટિસ આપતા હોબાળો બોલી ગયો છે અને યુવા ભીમ સેનાની આગેવાની હેઠળ 100 વધુ સ્ટ્રીટ વેલ્ડર્સ સવારે કલેક્ટર કચેરી ખાતે તથા કોટડાસાંગાણી મામલતદાર કચેરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પઢાવી વોકર્સ ઝોન ફાળવવા માંગણી કરી હતી આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે વેરાવળ મેન રોડ ઉપર રેકડીઓ લારીઓ પાથરણા અને કેબિન ધારકો સહિત સ્ટ્રીક વંનડર્સ પોતાનું તથા પોતાના પરિવારનું જીવન ગૌરવ પૂર્વક જીવી શકે તે માટે પોતાના ધંધા રોજગારીની જગ્યા ની અંગે વોકર્સ ઝોન માંગણીયો ધ્યાને લઈ તાત્કાલિક અસરથી જે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને પંચાયત વિભાગ દ્વારા ડીમોલેશનની નોટિસ આપવામાં આવી હતીઃ તે રોકવામાં આવે અને આ તમામ સમાજના ગરીબ સ્ટ્રીક વંનડર્સ યોગ્ય ન્યાય આપવામાં માગણી કરવામાં આવી હતી તેમજ ગરીબોને એકમાત્ર રોજગારી છીનવી લેવામાં આવશે તો ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉતારી હતી
કમલેશ વસાણી