લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ પ્રચાર તેમજ શકિત પ્રદર્શનો શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શકિતસિંહ ગોહિલ સુરેન્દ્રનગર જીલ્લાની ખાસ મુલાકાતે આવ્યા હતા. જેમાં શકિતસિંહ ગોહિલે ચોટીલા ખાતે ઉપસ્થિત રહી ચામુંડા માતાજીના ડુંગર પર ચડી ચામુંડા માતાજીના દર્શન કર્યા હતા. આ તકે શકિતસિંહ ગોહિલે પ્રજાજનોના સુખાકારી અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમજ આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તે માટે કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો તેમજ કાર્યકરોને સંગઠિત થઈ લોકો સુધી પહોંચવા આહવાન કર્યું હતુ. આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિત જિલ્લાના કોંગ્રેસના આગેવાનો, હોદેદારોએ ફૂલહાર, રજવાડી સાફો પહેરાવી ઝાલાવાડી સ્વાગત કર્યું હતું. માત્ર કોંગ્રેસના મર્યાદિત આગેવાનો સાથે ચામુંડા માતાજીના દર્શન કરી શીશ ઝુકાવી પ્રજાજનોના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત તેમજ રાહુલ ગાંધી મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી જઈ લડત આપી કોંગ્રેસ તરફ ચુકાદો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ખાસ રણનીતિ તૈયાર કરી ભવ્ય જીત થશે તેવો પણ દાવો કર્યો હતો.
રિપોર્ટર મુકેશ ખખ્ખર ચોટીલા