25 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

કોંગ્રેસ દ્વારા આત્મીય યુનિ.નું ગંગાજળ થી અને સંચાલકોનું રામધૂન થી કરાયું શુધ્ધિકરણ…


આત્મીય યુનિવર્સિટીના સંચાલક ત્યાગ વલ્લભસ્વામી અને તેના મળતીયાઓ સામે 33 કરોડની છેતરપીંડીની મામલે પોલીસ કેસ નોંધાતા આ વિષય ચર્ચાના ચગડોળે ચડેલ છે. ત્યારે આ પ્રકરણમાં ગઈકાલે આત્મીય યુનિવર્સિટીનનો વહીવટ સરકાર સંભાળી લે તેવી માંગ ઉઠાવી હતી. તેમજ આ મામલે કોંગ્રેસના પ્રવકતા રોહિત રાજપુતે ગઈકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કર્યા બાદ આજે રોહિત રાજપુતની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીનું ગંગાજળથી શુધ્ધિકરણ કરી આત્મીય યુનિવર્સિટીના સંચાલકોની સદબુધ્દિ માટે રામધૂન બોલાવી હતી. આ આંદોલનાત્મક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકરોને સિકયુરીટીએ અટકાવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસી કાર્યકરો અને સિકયુરીટી વચ્ચે ઘર્ષણ થવા પામેલ હતું. આ દરમિયાન પોલીસ આવી ચડતા મામલો થાળે પડયો હતો. તેમજ આ અંગે કોંગ્રેસના પ્રવકતા રોહિત રાજપુત અને કાર્યકરોએ જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીના સંચાલક ત્યાગવલ્લભ સ્વામી સાધુવાદ ભુલી સંપતી પ્રેમી બની દાતાઓ આપેલ દાનની રકમને લોકકલ્યાણ અને શિક્ષણ કેળવણીમાં ઉપયોગ કરવાના બદલે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગમાં લેતા હોય તો તેનાથી શરમજનક વાત કોઈ ન હોઈ શકે! એક ધાર્મિક સંપ્રદાય કે જેનો હેતુ ગરીબ મધ્યમ પરીવારનો બાળક મફતમાં સારુ શિક્ષણ મેળવે અને શિક્ષાના ધામમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ આપવાની સાથે જીવનની રાહ ચીંધવાના, કેળવણીના પાઠ ભણાવવાની જેની જવાબદારી છે. જેથી સંસ્થાને ગંગાજળથી શુધ્ધ કરવામાં આવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -