કેશોદ તાલુકાના અજાબ ગામે દેવશીભાઇ જસમતભાઈ દેલવાડીયાની મેંદરડા રોડ ઉપર આવેલ વાડીનુ ભાગીયુ રાખતા એમ પીના બડવાણી જીલ્લાના ડુંગર ગામના સાલીરામ આજે ખેતરમાં ઓપનર હાલતુ હતુ તે સમયે તેમનો સાત વર્ષનો બાળક અનીલ ત્યાં રમતો હતો તે સમયે નજીકમાં આવેલ કુવામાં અકસ્માતે પડી ગયો હતો જેની તપાસ આખી રાત આજુબાજુના ખેતરોમાં કરતા મળેલ ન હતો પરંતુ સવારે કુવામાં તરતો જોવા મળેલ હતો જેથી તેને પોલીસ અને સરપંચ મગનભાઈ અઘેરા ની હાજરીમાં કુવામાંથી બહાર કાઢીને પીએમ માટે કેશોદ હોસ્પિટલમાં ખસેડેલ હતો.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ