રમતની અલગ અલગ ઇવેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત શાળાકીય રમતોત્સવ -૨૦૨૩-૨૪ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની અન્ડર ૧૪, અન્ડર ૧૭ અને અન્ડર ૧૯ વર્ષ વય જૂથના ખેલાડીઓ માટે ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમા કેશોદ તાલુકાની પ્રાથમિક માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભાગ લઈ ઉત્સાહિત થયા હતા. જ્યારે કોયલાણા ખાતે યોજાયેલ ખો ખો સ્પર્ધામાં પ્રિન્સિપાલ એચ. વી.ગોસ્વામી, ન્યૂ એરા ના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ બુટાણી, જુદી જુદી શાળાનાં આચાર્યશ્રી ઓ ,કોયલાણા હાઈસ્કુલના સર્વ સ્ટાફગણે ખેલાડીઓને ઉત્સાહ વધાર્યો હતો.વૉલીબૉલ અને એથલેટિક્સ સ્પર્ધામાં આદર્શ નિવાસી શાળાના આચાર્ય શ્રી એમ. ડી. દાહીંમાં પીપળી સ્કૂલના નવ નિયુક્ત આચાર્ય રામસિંહભાઇ પરમાર, એચ એસ. મૂછાળ, જૂદી જૂદી શાળાના ટીમ મેનેજર અને આદર્શ નિવાસી શાળાના સમગ્ર સ્ટાફ, ખેલાડીઓના વાલીગણ વગેરેએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરું પાડેલ.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ