ઘણાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા મગફળીના પાકમાં સતત પીયત આપવાનુ થતુ હોવાથી ખેડુતો જન્માષ્ટમીના તહેવારમાં પણ મગફળીમાં પીયત આપવાના કામમાં મશગૂલ જોવા મળ્યા, ચોમાસાના પ્રારંભથી મેઘરજાએ લાંબો સમય મેઘસવારી યથાવત રહી હતી, વરસાદ વિરામ લે તેવી આજીજી કરતા હતા, લાંબા સમય સુધી મેઘ રાજાએ વિરામ લેતા ખેત પેદાશોમાં પિયતની જરૂરીયાત ઉભી થય હતી ઘણાં દિવસોથી ખેડુતો મગફળીમાં પિયત આપી રહ્યાછે, સરકારશ્રી દ્વારા ખેતીવાડી આઠ કલાક વિજ પુરવઠાને બદલે દશ કલાક વિજ પુરવઠો આપવામા આવી રહ્યોછે જે બાબતથી ખેડુતોમાં થોડી રાહત મળી રહી છે, હજુ વરસાદ નહી થાય તો ખેડુતોની મગફળીનો પાક માંડ માંડ પકવી સકશે પણ શિયાળું પાક નહી થાય તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે, ત્યારે થોડા દિવસોમાં મેઘ મહેર થશે કે કેમ તેની રાહ જોતા, ખેડુતો મગફળીમાં પિયત આપવાના કામમાં મશગૂલ જોવા મળી રહયાછે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ