કેશોદ તાલુકાના કેવદ્રા ગામે આવેલી શ્રી પુરુષોતમ લાલજી ગૌ શાળા ખાતે ગાયો માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. ગોપીભાવ સત્સંગ મંડળ દ્વારા ગાયોની બહેનો દ્રારા લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા. તેમજ બહેનો દ્રારા રાશ લઇ પુરૂષોત્તમ માસ ચાલતો હોય ત્યારે સત્સંગ અને સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ગૌ શાળા ના ટ્રસ્ટી ગણ અને સેવાભાવી ગામલોકોએ સહકાર આપ્યો હતો