કેશોદના ડીપી રોડ પર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ડી વિભાગમાં ચોથા માળે બ્લોક નંબર ૪૦૧માં રહેતાં જ્યોતિબેન મેસવાણીયા પોતાના પારિવારિક કામ સબબ ગતરાત્રે બહાર ગયેલા હેટ ત્યારે વહેલી સવારે ઘરે આવી તાળું ખોલતાં ઘરમાં વેરણછેરણ સ્થિતિ નિહાળતાં તપાસ કરતાં ઘરમાં રાખેલા કબાટના લોકર તોડી રોકડા રૂપિયા સિત્તેર હજાર અને સોનાની ત્રણ વીટી, સોનાની બે બુટી અને ચાંદીના સાંકળા અંદાજે કિંમત રૂપિયા પાંસઠ હજાર અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૩૫,૦૦૦ ની ચોરી અજાણ્યા તસ્કરો હાથફેરો કરી નાસી છૂટયા હેટ. તેમજ ઘટનાની કેશોદ પોલીસને જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.. આ સાથે કેશોદના ડીપી રોડ પર આવેલા પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં સંખ્યાબંધ બ્લોક ખાલી હોવા ઉપરાંત આવવા જવા માટે વધું રસ્તાઓ લાગું પડતાં હોય અને તસ્કરો તાળું ખોલીને ઘરમાં ઘુસી ચોરી કરી ફરીથી તાળું મારી નાસી ગયેલ હોવાથી તે જાણભેદુ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમજ કેશોદ શહેરી વિસ્તારમાં છેલ્લાં પખવાડિયા દરમિયાન ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટર -દિનેશ મહિડા ક