કેશોદના માંગરોળ રોડ પર આયુષ્યમાન ભારત યોજના હેઠળ અર્બન હેલ્થ સેન્ટર અને વેલનેસ સેન્ટર નો પ્રારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન નિરંજનભાઈ પીપલીયા નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી જુનાગઢ જીલ્લા આરોગ્ય અધિકારી ડો જી કે ચાવડા,ડૉ જયેશભાઈ પોપટ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ છે. કેશોદ ધારાસભા મતવિસ્તાર માં ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વધું પ્રમાણમાં મળી રહે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતાં કેશોદ શહેરી વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.ગુજરાતમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીકન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્ગદર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ