રાજ્ય સરકાર દ્વારા મેરી માટી મેરા દેશ અભિયાનથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને દેશ ભાવના માટી પ્રત્યેની ફરજ અદાઓ જાગૃત થાય જે અનુસંધાને કેશોદની રાણીંગપરા પે સેન્ટર શાળામાં ધારાસભ્યની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે પે સેન્ટર શાળામાં મેરી માટી મેરા દેશ અભિયાન અંગર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેશોદ ધારાસભ્ય સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિના ગીતો નાટક વક્તવ્ય રજુ કર્યા હતા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ