કેશોદ તાલુકાનાં નોઝણવાવ ગામે સાબળી નદી કિનારે આવેલાં પૌરાણિક પ્રાચીન શ્રી પીપળેશ્ર્વર મહાદેવ મંદિરે મૃર્તિઓ ક્ષીણ થઈ જતાં આકર્ષક અલૌકિક આરસની શિવ પંચાયતની મૂર્તિઓ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુનઃ સ્થાપિત કરવાનો કાર્યક્રમ ગામ સમસ્ત રાખવામાં આવ્યો હતો. જેના પ્રથમ દિવસે હેમાદ્રી બાદ મહાગૌરી સ્વરૂપની મા પાર્વતી, રિધ્ધિ સિધ્ધિનાં દાતા ગજાનન ગણપતિ, મહાબલી હનુમાનજી, ગંગાજી, નંદી મહારાજ સહિત શિવ પંચાયતની નગરયાત્રા વાજતેગાજતે કાઢવામાં આવી હતી તેમજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે ઓગણીસ વર્ષ બાદ સંયોગ થી શ્રાવણ માસ દરમિયાન અધિક શ્રાવણ માસ ની મહાશિવરાત્રીનાં દિવસે મંગળવાર ના રોજ આ મૂર્તિ નીજ મંદિરે પુનઃ સ્થાપિત કરવામાં આવશે. આ સાથે કેશોદના નાનકડાં નોઝણવાવ ગામે ભક્તિમય વાતાવરણ ઉભું થતાં સૌ શિવભક્તો શ્રધ્ધાપુર્વક જોડાયા હતા.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ