ગોપી સત્સંગ મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની ઉજવણી નિમિત્તે દરરોજ પુરૂષોત્તમ ભગવાન ગોરમાંનુ પુજન કરવામાં આવેછે જે નિમીતે નંદભૈયો ઉત્સવ સાથે ભુદેવ સાધુ સંતોને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા હતા પુરૂષોતમ માસ નિમીતે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરૂષોતમ માસની ભકિતભાવથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે જેમાં ભગવાન પુરૂષોતમ અને ગોરમાંનુ પુજન અર્ચન સાથે ધોળ પદ કિર્તન સાથે ભક્તિ ભાવથી ઉજવણી કરવામાં આવેછે નાની ઘંસારી ગામની ગોપી સત્સંગ મંડળ દ્વારા શિવ મંદિરના સાનિધ્યમાં પુરૂષોતમ માસની ઉજવણી કરવામાં આવેછે જે ઉજવણી નિમિત્તે ગોપી સત્સંગ મંડળ દ્વારા નંદભૈયાનુ આયોજન કરવામાં આવ્યું હતું રામ મંદિરથી શિવ મંદિર સુધી ભકિતમય વાતાવરણમાં ધામધૂમથી નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નાની ઘંસારી ગામે ગોપી સત્સંગ મંડળ દ્વારા પુરૂષોતમ માસની ઉજવણી નિમિત્તે નંદભૈયો ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી ગામના ભુદેવો સાધુ સંતોને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ કેશોદમાં રહેતા નિરાધાર જરૂરીયાતમંદ લોકોને પણ બ્લેન્કેટ અનાજ સહીતનું વિતરણ કરવામાં આવનાર હોવાનો ગોપી સત્સંગ મંડળ દ્વારા સંકલ્પ કર્યો છે
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ