અમદાવાદ ગ્રામ્યના ધોળકા પોલીસ ડિવિઝન માં આવતા બાવળા,બગોદરા,ધોળકા ટાઉન, ધોળકા ગ્રામ્ય, કેરાળા જી.આઈ.ડી.સી,ધંધુકા,ધોલેરા, કોઠ પોલીસ સ્ટેશનની હદમાંથી જે પણ વિદેશી દારૂનો જથ્થો પકડાયેલ હોય તે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની એક લાખ ત્રેસઠ હજાર બસ્સો આઠ બોટલો જેની કુલ કિમત પાંચ કરોડ ઓગણપચાસ લાખ સાત હજાર એકાણુ થતી હોય તે દારૂનો નાશ કરવામા આવેલ છે. જે ધોળકા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ તથા ઇ.એસ.ડી.એમ. પ્રીતી.એમ.પટેલ, ધંધુકા પ્રાંન્ત તથા વિજેન્દ્રસિહ સોલંકી, નાયબ મામલતદાર ધંધુકા પ્રાન્ત ઓફીસ ધંધુકા તથા નશાબંધી અધિક્ષક એસ.એમ.માંગરોલીયા તથા ધોળકા ડિવીઝનના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર