આપણે સૌ જાણીએ છે કે દરેક દેવી-દેવતાની પૂજા પહેલા ખેતલાદાદાને યાદ કરવામાં આવે છે.કારણ કે ખેતલાદાદા 33 કરોડ દેવી દેવતાના આગેવાન છે.આમ તો ખેતલાદાદાનું સૌથી જૂનુ મંદિર ગળુકામાં આવેલુ છે.જે બાદ લોકોમાં જેમ જેમ ખેતલાબાપાની આસ્થા વધતી ગઈ તેમ ખેતલાદાદાના મંદિર બનતા ગયા.ત્યારે રાજકોટમાં પણ એક ખેતલાબાપાનું મંદિર આવેલુ છે.જ્યાં ખેતલાબાપા સાક્ષાત દર્શન આપે છે.તેમજ અહિંયા આવતા દરેક ભક્તોની દાદા મનોકામના પૂર્ણ કરે છે.જેથી અહિંયા ભક્તો માત્ર રાજકોટ કે ગુજરાતના જ નહીં પણ દેશ-વિદેશથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.આ સાથે ખેતલીયાબાપાના ઈતિહાસની વાત કરતા મનુબાપાએ જણાવ્યું કે ખેતલીયાબાપા 9 કુળના નાગ છે.33 કરોડ દેવી દેવતાનાઆગેવાન છે.તેમજ અહિંયા આવતા સૌ ભક્તોના કામ આ ખેતલીબાપા કરે છે.દર સોમવારે અહિંયા લોકો દાદાના દર્શન કરવા આવે છે.આ ઉપરાંત વર્ષ 2006માં આ મંદિર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.તેમાંજ પાંચમના દિવસે અહિંયા સામૈયા કરવામાં આવે છે અને ભક્તોને પ્રસાદી આપી જમાડવામાં આવે છે.