કૃપા ફાઉન્ડેશન તારીખ 14 જાન્યુયારીના દિવસે મોરબી જકાતનાકા પાસે કરુણા અભિયાનમાં બર્ડ ટ્રીટમેંટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા પતંગના દોરા માં ઘવાયેલા પક્ષીને રેસક્યું કરી કેમ્પ પર જ તેની સારવાર કરવામાં આવશે. સાથે રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં કૃપા ફાઉન્ડેશન દ્વારા પિકઅપ પોઈન્ટ મૂકવામાં આવેલ છે જેમાં નજીકના વિસ્તારમાંથી આવા પક્ષીને રેસક્યું કરી તાત્કાલિક સારવાર કેન્દ્ર પહોચાડી તાતકાલિક સારવાર આપી શકાય જે પિક અપ પોઈન્ટ મવડી ચોકડી, સોરઠિયા વાડી પવનપુત્ર ચોક, કોઠારીયા રોડ, કલ્પવન સોસાયટી, શાપર વેરાવળ છે. જેના હેલ્પલાઇન નંબર 6352277375 અને 8849521163 છે.