અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં કમળાના કેસ જોવા મળતા મોડાસા તાલુકા આરોગ્યની ટીમ અને મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી હતી મોડાસા તાલુકા આરોગ્યની ટીમ અને મોડાસા પાલિકા ટીમ દ્વારા નગરપાલિકાના કબ્રસ્તાન વિસ્તાર, નૂરાની સોસાયટી, થોરીવાસ જેવા વિસ્તારોમા તપાસ કરી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જે પાણીના નમૂના લેબમાં ટેસ્ટ કરાવતા પાણી દૂષિત ન હોવાનું જાણવા મળ્યું છે આ સાથે મોડાસા નગરપાલિકા સેનેટરી વિભાગ ટીમ દ્વારા અખાદ્ય પેપ્સીનો જથ્થો મળી આવ્યો હતો અંદાજીત 1861 કિલોગ્રામ પેપ્સીનો જથ્થો ઝડપીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.