કાલાવડ તાલુકામાં નવા રણુજા ગામમાં સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજનું સુપ્રસિધ્ધ મંદિર આવેલ છે ત્યાં 3 દિવસીય ભાતિગળ મેળો યોજાય છે 24 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી નવા રણુજા ધામે મેળો યોજાશે મેળાના સ્ટોલ માટે 14 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી કાલાવડ મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. પ્રાઈમ લોકેશનવાળા યાંત્રિક, જાહેરાત, પાર્કીંગ તથા આઈસ્ક્રીમના પ્લોટની હરરાજી કરવામાં આવશે. ખાણીપીણીના તથા અન્ય પ્લોટ ડ્રો થી ફાળવવામાં આવશે તા. ૨૦ સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યે કાલાવડ મામલતદાર કચેરી ખાતે ડ્રો યોજવામાં આવશે