ગુજરાતના કૃષિમંત્રી અને રાજકોટનાં પ્રભારી રાઘવજી પટેલ આજે સવારથી રાજકોટની મુલાકાતે હતા. આ તકે તેમણે આનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજનાં દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહમાં ખાસ હાજરી આપી હતી. જે બાદ કોર્પોરેશન અને કલેક્ટર કચેરી ખાતે શહેર-જિલ્લામાં ચાલતા વિકાસ કામો અંગે બેઠકો યોજી હતી. જેમાં પીવાના પાણી, રસ્તાઓ ગટર લાઈટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને કામગીરી અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપ્યા હતા. આ દરમિયાન કર્ણાટકમાં થયેલી ભાજપની હાર અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘કેમ હાર થઇ મને નથી ખબર,આ રાજકારણનો ભાગ છે.