કચ્છ ભચાઉમાં ૨૦ વર્ષથી દોરા-ધાગા, ધૂણવા, દુઃખ દર્દ મટાડવા ભ્રમમાં નાંખી શારિરીક શોષણ કરનાર ભુવા ભવાન કરશનભાઈ જાદવની કપટ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે દરોડો પાડી ભચાઉ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૭૦મો સફળ પર્દાફાશ કર્યો હતો. ગાંધીધામની ભૂઈ સાથે સાંઠગાંઠ બહાર આવતા ચકચાર જોવા મળી હતી ભૂવાની કામલીલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી તે સીસીટીવી પણ વાયરલ થયા હતા ભુવાએ જાહેરમાં માફી માંગી હતી. કબુલાતનામું આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી