કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે આજે એક મહત્વપૂર્ણ અપીલમાં તમામ નાગરિકોને રાત્રે સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. તેમણે લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવા અને કોઈપણ ખોટી અફવાઓથી દોરવાઈને ગભરાવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. કલેક્ટરે સોશિયલ મીડિયા પર કોઈપણ વિવાદીત કે વિસંગત પોસ્ટ ન કરવા અને પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘરની અંદર રહેવા પણ અપીલ કરી છે. કચ્છીજનોને વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા વિનંતી કરતાં તેમણે નાગરિક ધર્મ નિભાવવા પર ભાર મૂક્યો હતો.