ઓસમાણ મીર ગુજરાતના જાણીતા ગાયક છે અને તેમનો કંઠ સૌ કોઈને મંત્ર મુગ્ધ કરતો રહે છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે. ઓસ્માન મીર અને તેમના પિતા તથા દાદા પણ સંગીતની દુનિયા સાથે સંકળાયેલા રહ્યા છે. અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ત્યારે સંગીતની દુનિયા સાથે સંકળાયેલી હસ્તીઓ પણ રામ ભક્તિમાં લીન થઈ છે. એક તરફ અંતિમ ઘડીને તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ભગવાન રામની ભક્તિ અંગે વિવિધ કલાકૃતિઓ પણ સામે આવી રહી છે.