ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે ફતેપુરા તાલુકાના સુખસરમા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તિરંગા યાત્રાની શરૂઆત કરાવી હતી ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સહીત મોટી સંખ્યામા આસપાસના દેશ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ આ યાત્રામાં આસપાસના ગામના સરપંચો કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે સુખસર પોલીસ મથકના પીઆઇ વરુ સહિત પોલીસ સ્ટાફ પણ તિરંગા યાત્રામાં જોડાયો હતો.