ઓખા સરહદી સૈનિકો સાથે PM મોદીના ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા ઓખામાં તિરંગા યાત્રા યોજાઇ હતી પહેલગામમાં થયેલ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની હત્યાના જવાબમાં આપણા યશસ્વી વડાપ્રધાને ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું જેમા આપણા દેશના ત્રણેય શેના વીર જવાનોએ 23 મિનિટમા પાકિસ્તાન સ્થિત નાપાક આતકવાદીના અડાઓનો ખાત્મો બોલાવ્યો હતો. સરહદની સુરક્ષા કરતા સૈનીકોના સન્માનમાં ઓખા રેલવે સ્ટેશનેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં દેશ ભક્તો તિરંગા સાથે જોડાયા હતા. અહિ ઓખા નગરપાલીકાના પ્રમુખ સાથે તમામ હોદ્દેદારો, દરેક સમાજ ના આગેવાનો, હોમગાર્ડ ભાઈઓ, દરેક સંસ્થાના કાર્યકર્તાઓ, મહિલા મંડળના બહેનો, સામાજિક આગેવાનો સહિત ૪૦૦ થી વધારે નગરજનો આ યાત્રામાં જોડાયા હતા.
ઓખા સરહદી સૈનિકો સાથે PM મોદીના ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા ઓખામાં તિરંગા યાત્રા યોજાઇ હતી
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -