ઓખા દરીયા કીનારે આવેલ શિદ્ધિવીનાયક ગણેશ મંદિરમાં છેલ્લા ૮ દાયકાથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમા સમુંદર કા રાજા ગણેશ સ્થાપના સાથે 11 દીવસ જુદા જુદા ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવે છે. અહી ભાદરવા સુદ દશેરા ના દિવસે 2500 લડુનો રાજભોગ અને અગિયારસ ના દિવસે ફ્રુટ નો ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહી પુજારી પૂત્ર શ્રી આશિષ ભાઈ વાયડા દ્વારા ગણેશને શિવ સ્વરૂપના શ્રૃંગાર કરવામાં આવેલ. તથા ગણેશ ભકત શ્રી મનોજભાઇ મોરી પરિવારના યજમાન પદે સમુહ આરતી નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. ભક્તોએ વિશાળ સખ્યમાં આ ઉત્સવ નો લાભ લઇ રહ્યાં છે.
હરેશ ગોકાણી