દેશના પશ્ચિમ છેવાડે આવેલું ઓખા જંકશન રેલવે સ્ટેશન લાંબા સમયથી ગુજરાતના રેલવે નેટવર્કમાં એક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરતું રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા 1300થી વધુ સ્ટેશનોમાં જે 103 સ્ટેશન હમણાં બનીને તૈયાર થયા છે આજ ઓખા સહિત 103 સ્ટેશનના પીએમ મોદી દ્વારા એક સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ણવા બનેલા સ્ટેશનો પર ભવ્ય પ્રવેશદ્વાર, હાઈ માસ્ટ લાઇટિંગ, આધુનિક પ્રતિક્ષાલય, ટિકિટ કાઉન્ટર, મોર્ડન ટોયલેટ અને દિવ્યાંગજનો માટે સુગમ રેમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રેલનું પૈડું દેશના વિકાસનું પૈડું છે. રેલવે સ્ટેશન વિકાસના રથ પર સવાર દેશના મુખ્ય કેન્દ્રો છે. ભારતીય રેલ અને રેલવે સ્ટેશનોની પ્રગતિમાં દરેક ભારતીયની સહભાગિતા છે. આ પ્રસંગે ઓખા પાલીકા પ્રમુખ રાજુભાઇ કોટક, મોહનભાઈ બારાઈ, વેપારી અગ્રણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા