રાજકોટ શ્રી લોહાણા બોડિંગમા 1980મા રહેલા 30 રઘુવંશી પરિવારોએ પુરાની યાદો તાજી કરી
ઓખા મહાજનવાડી ખાતે રાજકોટ શ્રી લોહાણા બોડિંગમા 1980 મા અભ્યાસ આર્થે રહેલા રઘુવંશી મીત્રો પરિવાર સાથે સ્નેહમિલનનો અનોખો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમા 30 રઘુવંશી પરિવારો સાથે મળી મ્યુઝિક ગેમ સો, મુયુઝિક ચેર, આંખે પટ્ટા બાંધી પત્નીને ઓળખ જેવી અનોખી ગેમો દ્વારા યુવાની ની યાદો તાજા કરી હતી સર્વે રઘુવંશી બેટ દ્વારકાધીશના શિખરે ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી. ઓખા મહાજનવાડી ખાતે ધ્વજાજી ની સમુહ પૂજા કરી અને ઓખા બેટ દ્વારકા દરિયાની જળયાત્રા કરી હતી. રાજકોટના રંગીલા રઘુવંશી પરિવારના આ કાર્યને ઓખા મહાજન પ્રમૂખ શ્રી મોહનભાઈ બારાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ ગોકાણી, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ કોટક તથા સર્વે રગુવંશી અગ્રણી ઓ એ શુભેચ્છા પાઠવી આ કાર્યને બિરદાવ્યુ હતુ. આં કાર્યને સફળ બનાવવા ઓખાના વેપારી અગ્રણી શ્રી નિતીનભાઈ વિઠલાણી એ ખુબજ સારી જહેમત ઊઠાવી હતી.
હરેશ ગોકાણી