ઓખા મંડળના 42 ગામો ત્રણે ઋતુમાં PGVCL ની ઘોર બેદરકારી ને કારણે પ્રજા પરેશાન રહે છે. અઠવાડિયા મા એક દિવસ વીજકાપ સાથે વરસાદ કે વાવાઝોડાની આગાહી મા પ્રથમ વીજ પુરાવાઠો બંધ કરવામાં આવે છે. અને વરસાદ પડ્યા પછી જ મનશુન કામગીરી શરૂ કરવામાં આવે છે. હમણાં બિપોરજોય વાવાઝોડા ને કારણે બે દિવસ બંધ રહેલ પાવર આજે 6 દિવસે પણ પુરાવઠો બંધ રહેતા. પાવર બંધ રહેતા લોકો પાણી અને લોટ દરવાની મોટી સમસ્યા સર્જાય છે. નળમાં પાણી ના આવતા પીવાના પાણીની મોટી સમસ્યા સાથે લોટ ન દરતા લોકો ફ્રુડ પેકેટ નો સહારો લેવો પડે છે. પાવર બંધ રહેતા બાળકો અને વડીલો 6 દિવસથી નિંદર કરી નથી. ઓખા મંડળ ની પ્રજા 75 વર્ષની આઝાદી બાદ હજુ પણ 18 મી સદીમાં જીવતી હોય તેવું લાગે છૅ. “સહન શીલ પ્રજાને સો સો સલામ સાથે, PGVCL રેઢીયાર તંત્ર ને જગાડવા અપીલ” વાવાઝોડામા પડી ગયેલા 500 વીજ પોલો વીજ તંત્રની કામગીરી ની પોલ ખોલી હતી. અને વાવાઝોડા બાદ પણ આજે 6 દિવસે ઓખા ગામના મુખ્ય વિસ્તારોમાં સર્વિસ વાયરો લટકતા જોવા માળે છૅ. અધિકારી ઓ એકજ જવાબ આપે છૅ બે દિવસ પછી ચાલુ થશે.
હરેશ ગોકાણી