બીપરજોય વાવાઝોડાએ ગુજરાત સૌરાષ્ટ્ર્ર સાથે દેવભૂમિ દ્વારકા ઓખા મંડળમાં પણ મોટી તારાજી સર્જી છે. ત્યારે ઓખમાં ભારે પવન સાથે વરસાદ આવતા 500 જેટલા વીજપોલો ધરાશાહી થયા હતા. જેને કારણે 42 ગામોની વીજળી ગુલ થઈ છે. તેમજ 165 જેટલા KV ટાવરો પણ પડી ગયા છે. આઅ સાથે ઓખાની મચ્છીમારી જેટી, રૂપણ બંદર અને ઓખા બેટ જેટીની હજારો કેબીનો હવામાં ઉડી હતી. જેથી કરોડો રૂપિયાનું મોટુ નુકસાન જોવા મળ્યું છે. આ સાથે અહી PGVCL ની વિનાશક તસ્વીર પણ સામે આવી છે. આવા કપરા સમયમાં પણ PGVCL ની કામગીરી ચાલે છે. તેમજ હજુ પણ 4 થી 5 દિવસ પાવર બંધ રહેવાના ઉડાવ સમાચાર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે. આઅ સાથે લાઇટ ન હોવાથી લોકો છેલ્લા ત્રણ દિવસ થી પાણી અને અંધાર પટ થી પરેશાન છે. ત્યારે PGVCL ની આ વધુ પરેશાની થી લોકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા હોવાનું સામે આવ્યું હતું.
હરેશ ગોકાણી ઓખા