ઓખા શિશુ મંદીર ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિધ્યાલય દ્વારા ચાલતા સમર કેમ્પના છેલ્લા દિવસે બાળકો માટે ડ્રોઈંગ હરીફાઈ અને વેસ્ટ માથી બેષ્ટ ની સ્પર્ધા યોજાઈ હતી જેમા 70 બાળકોએ ભાગ લીધો હતો તમામ બાળકોને બ્રહ્માકુમારી વિશ્વ વિધ્યાલય દ્વારા ઈનામ આપી સન્માનિત કરાયા હતા આ તકે દરેક બાળકોના વાલીઓ પણ ખાસ હાજર રહ્યા હતા તેમણે બ્રહ્મા કુમારી વિશ્વ વિધ્યાલયના આ કાર્યને બિરદાવ્યું હતુ .. અહી ડૉ આશાબેન પટેલ દરેક વાલીઓને રાજયોગ બ્રહ્માકુમારી વિશ્વ વિધ્યાલયના રાજયોગમા જોડાવવા અનુરોધ કર્યો હતો..