ઓખામાં દર વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગ રૂપે કોસ્ટ ગાર્ડ, BSF, પોલીસ, નેવી ના સુરક્ષા જવાનોને રાખી બાંધી સુરક્ષા જવાનોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. આજરોજ ઓખા BSF કોમ્પલેક્ષ ખાતે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બાહેનો દ્વારા BSF જવાનો સાથે નવ સ્ટેટના પોલીસ જવાનોને રાખી બાંધી કુમકુમ તિલક કરી મો મીઠ્ઠા કરી જવાનોને આશિર્વાદ આપ્યા હતા. અહી બ્રહ્માકુમારી અનસુયાબેન, ભદ્રા બેને ભાઈ બહેન ના પવિત્ર તહેવાર નુ મહત્વ સમજાવ્યું હતું. અહી BSF ઓફિસરો સાથે વેપારી અગ્રણી નીતિનભાઈ વિઠ્ઠલાણી ખાસ હાજર રહી આ કાર્યને બિરદાવ્યું હતું.
હરેશ ગોકાણી