ઓખા બેટ દ્વારકા ના મુળ વતની હાલ મસ્કત રહેતા શ્રી અશ્વિનભાઈ ધરમશી ભાઈ નેણશી પરિવાર દ્વારા વીશ્વ પ્રસિદ્ધ રામ કથાકાર શ્રી મોરારિબાપુ ની રામ કથા બાદ દરવર્ષે પોતાના વતન બેટ દ્વારકા માં સર્વરોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામા આવે છે. આજરોજ બેટ લોહાણા મહાજનવાડી ખાતે સદગુરૂ દેવ શ્રી હરિચરણ દાસ મહારાજના આશીર્વાદ થી બેટ દેવસ્થાન સમિતિ અને શ્રી હેમભા વાઢેર ના સહયોગથી બેટદ્વારકા ની જાહેર જનતા માટે છઠા મેગા સર્વરોગ નિદાન કેમ્પ નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમા શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ગોંડલના નિષ્ણાત ડોકટરો એ સેવા આપી હતી. આ કૅમ્પમાં કુલ 733 દર્દી ઓને નિદાન સાથે દાવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી. ગાયનેક વિભાગ 78, આંખ ના વિભાગ 57, ઓર્થોપેડીક 90, જનરલ સર્જરી 103, ન્યુરો સર્જન 38, દાત વિભાગ 29, બાળકો નો વિભાગ 124, જનરલ મેડિસન 214 મળી 733/- દર્દીઓએ આ કેમ્પ મા લાભ લિધો હતો.
હરેશ ગોકાણી