દેશના પશ્ચિમ કિનારે છેવાડે આવેલ ઓખા ગામની ત્રણ દિશાએ દરિયા કિનારે પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે. તેમાંએ ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનો નજારો અલોંકિક રહેછે. આજે વ્યોમણી ધામ દરિયા કિનારે 2023 નો છલ્લો સૂર્યાસ્ત અને બેટ દ્વારકા જેટી પર 2024 ને આવકારતો સુપ્રભાત નો સૂર્યોદય નો નજારો અલોંકિક રહ્યો હતો. અહી 2024 નવા વર્ષને વધાવવા માનવ મેરામણ ઉમટ્યું હતુ. અહી છેલ્લા બે દિવસમા એક લાખ યાત્રિકોએ બેટ દ્વારકાધીશની જલયાત્રામા જોડાય આ નવા વર્ષના પ્રાકૃતિક નજારાને મળ્યો હતો અને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. ઓખાના હઠીલા હનુમાન ગ્રુપના યુવાનો દ્વારા નવા વર્ષને વધવવા અખંડ રામધૂન સાથે આતશ બાજી કરી વિશ્વશાંતિ ની પ્રાર્થના કરી હતી.