ઓખા મંડળમા નવરાત્રી મોહત્સવના પ્રારંભથી જ તમામ મંદિરો લાઈટ ડેકોરેશનથી જગમગી ઉઠ્યા છે. અહી નાની નાણી બાળાઓ અને બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી છે. તેમા પણ ઓખા લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી મહિલા મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અહી દરરોજ જુદા જુદા રાશ ગરબા રાખવામા આવે છે. આજ રોજ બાળ ખેલયા દ્વારા માતાની સમુહ આરતીનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું અને રઘુવંશી પરિવારની નાની નાણી બાળાઓએ અનોખા રાસ ગરબા રજુ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા મહાજનની યુવા ટીમએ ખુબ સારી જહેમત ઊઠાવી રહી છે.
હરેશ ગોકાણી