બેટ-દ્રારકા શ્રી દ્રારકાધીશ મંદિર ઉપરાંત અનેક ધામિઁક સ્થળો અને સૌથી મહત્વનું ધામિઁક સ્થાન એટલે હનુમાન દાંડી. જ્યાં હનુમાનજી મહારાજ અને તેમના પુત્ર મકરધ્વજ મહારાજનું વિશ્વનું એક માત્ર મંદિર આવેલ છે. તેમજ આ હનુમાન મંદિરે દેશ વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ દશૅનાથેઁ આવે છે. બેટ ગામથી ચારેક કિ.મી.નાં અંતરે આ હનુમાન દાંડી ધામિઁક સ્થાન આવેલ છે. તેમજ બેટ ગામ અને હનુમાન દાંડી વચ્ચે કાચી સડકો હતી પરંતુ ઓખામંડળનાં આગેવાનોની રજુઆતને લીધે અને સરકારનાં પવિત્ર યાત્રાધામોનાં વિકાસનાં અભિગમને હિસાબે હનુમાન દાંડીએ જવા માટે ખુબ સરસ રોડ બનાવાયો છે. પરંતુ આ રોડ ખુબ જ ટુંકા ગાળામાં બદતર હાલતમાં છે. તેમજ રોડની કિનારી ઉપર ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે. આ રોડ કરોડોના ખર્ચે બનાવવા માં આવ્યો હતો. પરંતુ ગાંડા બાવળની પાળ ઉંડે સુધી મજબુતાઈ થી જતી હોવાથી કેટલીક જગ્યાએ રોડ તુટી ગયેલ છે. જેથીઓર્ડ ઉપર આ બાવળોને કાઢી નાખવા માટે હનુમાનજીના ભક્તો દ્વારા માંગ કરવામાં આવી હતી
રિપોટૅ=બુધાભા ભાટી