દેશનો સવથી સંવેદન સિલ દરીયા કીનારો દેવભૂમિ દ્વારકા ઓખા નો ગણાય છે. આ કીનારો દુશ્મન દેશ પાકિસ્તાનથી 80 નોટિકલ માઈલ દુર થાય છે. અહી દેશની ત્રણ લશ્કરી પાંખો કાર્યરત્ છે. છતા પણ ઓખાથી સલાયા સુઘીનો 120 કીમીનો આ કીનારો કોની માલિકી ધરાવે છે?? તે કોઈને ખબર નથી. અહીં અનેક અનધિકૃત બાંધકામો અને વિશાળ જેટીઓ બનેલી છે. અહીં દશ હજાર જેટલી માછીમારી બોટ તથા બસો જેટલી પેશિજર બોટ કાર્યરત્ છે. છતાં કોઈ પાસે તેની પાકી માહિતી નથી. હમણા ગૂજરાત મેરી ટાઈમ બોર્ડનો એક કિસો બહાર આવ્યો છે. ઓખા બંદરની બાજુમા પેંશીજર બોટો અને સરકારી બોટો રાખવા માટે ખાડી આવેલ છે ત્યા છેલ્લા ત્રણ ચાર વર્ષથી બહારની મચ્છી મારી બોટો રાખી ભૂમાફિયા દ્વારા લાખો રૂપિયાનું ભાડુ વસૂલવામા આવે છે. જ્યારે GMBને ભાડુ ભરતી પેનશિજર બોટો બહાર રાખવી પડે છે. … જો આની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામા આવે તો કરોડો રૂપિયાના કોભાંડ સામે આવે.. અને સુરક્ષા ની દ્રષ્ટિ એ પણ આં જરૂરી છે.
હરેશ ગોકાણી