ઓખામાં છેલ્લા ૧૨ વર્ષ થી મહાજન સંચાલીત રઘુવંશી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમા રઘુવંશી મહીલા મંડળ ની ટીમ ખુબજ સારી જેહમત ઉઠાવે છે. ઓખા મહાજન વાડી ખાતે નવરાત્રી મહોત્સવ 2023નો ધમાકેદાર પ્રારંભ થયો હતો. જેમા રઘુવંશી સિનિયર સીટીઝન અને બાળ ખેલૈયા દ્વારા સમુહ આરતી કરી બાળકોએ નવરાત્રી ને વધાવવા સ્વાગત રાશ કરી વડીલોના આશીર્વાદ લીધા હતા. અહી નાની બાળાઓ જગદંબા બની મહાજન વાડી ના ચાચર ચોકમાં રાશ ગરબા ની રમજટ બોલાવી હતી. અહી રઘુવંશી બાળ ખેલૈયાના આ કાર્યને મહાજન પ્રમુખ શ્રી મોહનભાઈ બારાઈ ની યુવા ટીમે બિરદાવી હતી.
હરેશ ગોકાણી