ઓખામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મોહત્સવ 2023નો શુભ પ્રારંભ ધમાકેદાર થયો હતો. અહીં દરિયાકિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિર મા શિવલિંગ સાથે ગણેશ દર્શન તથા ઓખા ધર્મશાળા ખાતે દક્ષિણ ગુજરાત બોટ એસોસિયેશન ગૃપ દ્વારા ચંદ્ર યાન 3 ના વિશેષ શ્રૃંગાર દર્શન રાખવા મા આવેલ. આજ સવારથીજ ગણેશ ભક્તો દ્વારા ગણેશની શોભાયાત્રા સાથે ગણેશની મહા આરતી કરી હતી. ઓખા આખુ “ગણપતિ બાપા મોરિયા” ના નાદ સાથે ગૂજી ઊઠ્યું હતું. અહી દરરોજ સાવર સાંજ આરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે.
હરેશ ગોકાણી