જૂનાગઢના સાસણ ગિર વિસ્તારમાં વન વિભાગ દ્વારા કુલ-17 ગામના લોકો વાહનો વસાવે તે વન વિભાગના નિર્ણયને લઈ સ્થાનિક જીપ્સી ચાલકોમાં રોષ ભભૂકી ઉઠતા વન વિભાગને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે સાસણ વન વિભાગ દ્વારા સાસણ ગીર વિસ્તારમાં 17 ગામના લોકોએ જીપ્સી વસાવી નવો ધંધો રોજગાર શરૂ કરવા નિર્ણય કરાતા સાસણના સ્થાનિક અને જુના જીપ્સી ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે 17 ગામના લોકોને જીપ્સી વસાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવા ગામોના લોકો પોતાના ધંધા રોજગાર હાલમાં જ સારી રીતે કરી રહ્યા છે અને તેમને પોતાની ખેતીની જમીન પણ છે અને ધંધા પણ શરૂ હોય છતાં પણ જુના શાસનના સ્થાનિક જીપ્સી ચાલકોને અન્યાય થતો હોય તે બાબતે વન વિભાગને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
વિનોદ મકવાણા, જૂનાગઢ