રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર કડવા પાટીદાર યુવાનોએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું છે. આ મામલે પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારાએ મિડીપા સાથેની વાતચીતમાં જણાવયું હતું કે ઉમિયાધામ સીદસર મંદિરના પ્રમુખ પજ પરથી જેરામબાપા રાજીનામું આપી રહયા છે માટે અમે ધરણાનો કાર્યક્રમ રદ કર્યો છે. જ્યારે હવે જેરામ પટેલના રાજીનામા બાદ જુલાઈ બાદ ચેરમેન મૌલેશભાઈ ઉકાણી પાસે રહેશે ઉમિયાધામ પ્રમુખનો પણ ચાર્જ રહેશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોરબી નજીક એક બોગસ ટોલનાકુ ઝડપાયું હતું. જેમાં આરોપી તરીકે ઉમિયાધામ સિદસરના વર્તમાન પ્રમુખ જેરામ પટેલના પૂત્રનું નામ પણ સામેલ છે. જેને લઇને ભારે વિવાદ થયો છે. ત્યારે પાટીદાર યુવાનો દ્વારા ઉમિયાધામના પદ પરથી જેરામ પટેલનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. તેમજ જો જેરામ પટેલ રાજીનામું નહી આપે તો પાટીદાર સમાજના યુવાનો દ્વારા આગામી દિવસોમાં આ મામલે ધરણા કરવાના હતા.