રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી. આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માસૂમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે. જ્યારે આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જો કે મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું એ અંગે જાણવા મળ્યું નથી. હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ અંગે આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉપલેટામાં હૈયું હચમચાવતી ઘટના, માતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પિવડાવીને પોતે પણ ગટગટાવ્યું, માતાનું મોત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -