42 C
Ahmedabad
Saturday, June 14, 2025
spot_imgspot_imgspot_img

ઉદયપુરના રિસોર્ટમાંથી ગુજરાતના ૧૫ લોકો ઝડપાયા: રાજકોટના ૯ ડિસ્ટ્રિબ્યૂટર સહિતના ગ્રાહકોને ‘ટાર્ગેટ પૂરા કરવા બદલ’ અપાઈ હતી ‘મોજમજા’ની ટ્રીપ


રાજસ્થાનના ઉદયપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિસોર્ટમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો સુખેર પોલીસે પર્દાફાશ કર્યો છે. ડમી ગ્રાહક બનીને પોલીસે કરેલા ખાસ ઓપરેશનમાં ૧૪ રૂપલલનાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ૧૫ ગ્રાહકોને ઝડપી લેવાયા હતા, જેમાંથી મોટા ભાગના ગુજરાતના અને તેમાં પણ ૯ રાજકોટના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસ મુજબ, ઝડપાયેલા ગ્રાહકો સિમેન્ટ અને લોખંડની કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂટર છે. તેમણે કંપનીના ટાર્ગેટ પૂરા કર્યા બાદ તેમને આ ‘ટ્રીપ’ ઓફર કરવામાં આવી હતી. રિસોર્ટના સંચાલકોએ ‘ઇવેન્ટ’ ના નામે દારૂ અને યુવતીઓની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસને બાતમી મળતાં જ ડમી ગ્રાહક મારફતે ખરાઈ કરવામાં આવી હતી, અને દેહવ્યાપારની પુષ્ટિ થતાં જ પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે, દરોડા દરમિયાન રિસોર્ટ સંચાલક હર્ષવર્ધનસિંહ અને નરગિસ ભાગી છૂટ્યા હતા.

ઝડપાયેલી ૧૪ યુવતીઓ દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, કોટા અને રાજસ્થાનની હતી, જેમને ‘ઇવેન્ટ’ ના બહાને બોલાવી દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. ઝડપાયેલા ગુજરાતના ગ્રાહકોમાં રાજકોટના મિહિર ચૌહાણ, હર્ષિત અજમેરા, આશિષ, અશ્વિન, કલ્પેશ ચોટલિયા, પ્રવીણ હિરાણી, વિપુલ પીપળિયા, નિલેશ નાકરાણી, અર્જુનસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાવનગરથી દર્શન, આશિષ જોશી, મુકેશ, ભરત ધાબાઈ, થાનગઢથી નિતેશ ડોડિયા અને અમદાવાદથી મૃણાલ સોલંકી પણ ઝડપાયા છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલભેગા કરી દેવાયા છે. આ ઘટનાએ ગુજરાતના ઔદ્યોગિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -