25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ઉત્તર પ્રદેશની ઘટનાને લઇ જંબુસર બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો


ગત તારીખ 29 ઓગષ્ટના રોજ ઉત્તર પ્રદેશ જનપદ હાપુદમાં પોલીસે જે બરબરતાપૂર્વક વકીલો પર લાઠીચાર્જ કરેલ અને જાનથી મારી નાખવાના ઇરાદાથી ઘાતકી હુમલો કરી કાયદો હાથમાં લઈ વકીલોને ગંભીર ઇજાઓ પહોંચાડી તેનો વિડીયો વાયરલ થયેલ. જે સમગ્ર ઘટનાને જંબુસર બાર એસોસિએશન દ્વારા અગત્યની મીટીંગ બોલાવી સખત શબ્દમાં આ કૃત્યને વખોડી ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. સદર મીટીંગ અને વિરોધમાં પ્રમુખ અરવિંદભાઈ કરમાડવાલા, ઉપ-પ્રમુખ સાજીદભાઈ પટેલ ,સેક્રેટરી વસીમુદ્દીન સૈયદ સહિત  સભ્યો હાજર રહ્યા હતા.  ધી જંબુસર બાર એસોસિએશન વકીલો ઉપર હુમલો કરનાર ઇસમોની સામે યોગ્ય તપાસ કરી, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સખત સજા કરવા કાયદેસર પગલા ભરવા વિનંતી કરી હતી  સહિત વકીલો ઉપર વારંવાર આવા બનાવો બનતા હોય એડવોકેટ પ્રોટેકશન બિલ એક્ટ અમલમાં લાવવા તથા ઘટતી કાર્યવાહી કરવા માગણી કરી, તથા ઉત્તર પ્રદેશ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ ઠરાવને સમર્થન કર્યું હતું.

 

મનીષ પટેલ જંબુસર

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -