રાજકોટ સિમેન્ટ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર HI BOND સિમેન્ટ ની જ કંપની વડાલીયા ફુડસ દ્વારા શનિવાર8 જુલાઇ થી કંપનીનો સૌપ્રથમ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોનચીગ કરવામાં આવી રહ્યું છે. આ ફ્રેન્ચાઇઝી આઉટલેટમાં વડાલીયા ફુડસની તમામ પ્રોડક્ટ એક જ જગ્યા પરથી ઉપલબ્ધ રહેશે. તેમજ અહીં ઉપલબ્ધ થનારી તમામ પ્રોડક્ટ અને કંપનીના ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે રાજકોટમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ સંબોધતા વડાલીયા ફૂડ્સના ડાયરેક્ટર મીતભાઈ વડાલીયા તેમજ તેમજ બિઝનેસ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર કેતનભાઇ તન્નાએ જણાવ્યું હતું કે વડાલીયા ફુડસ દ્વારા હાલ ૧૫ જેટલી નમકીન, વેફર્સ, ફ્રાઈમ્સ,ફરસાણ ખાખરા, પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. આ તમામ પ્રોડક્ટ આ ફ્રેન્ચાઇઝી આઉટલેટમાં ઉપલબ્ધ બનશે. એક જ આઉટલેટ પરથી વડાલીયા ફુડ્સની તમામની 150 જેટલી અલગ-અલગ આઇટમો અહીં ઉપલબ્ધ બનશે. તેમજ અહી કંપની દ્વારા વિવિધ આઈટમોના 400 ગ્રામના 100% ફૂડ ગ્રેડ કન્ટેનર પેકીંગમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપની દ્વારા આ પેકને પાર્ટી પેક અને પીકનીક પેક પણ નામ આપવામાં આવ્યા છે .