કોડીનાર તાલુકાના આલીદર ગામે રહેતા 35 વર્ષીય લાલુભાઈ ભાનુભાઈ ગોહિલ ગઈકાલે સવારે પોતાની વાડીએ ફ્યુઝ બદલવા ગયા હતા ત્યારે વરસાદી અને ભેજવાળા વાતાવરણના કારણે અચાનક વીજ કરંટ લાગતા તેમના બંને હાથ દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક કોડીનારની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે લાલુભાઈ બે ભાઈ અને બે બહેનમાં નાના છે અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હાલ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.