રાજકોટની જામનગર રોડ પર આવેલ આનંદ નર્સિંગ કોલેજ કેન્ટીનના ભોજનમાં જીવતી ઈયળ નીકળવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. કોલેજમાં 500 થી 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલવામાં છતાં વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય સાથે કોલેજ મેનેજમેન્ટ ચેડાં કરે છે. ભોજનમાં ઈયળ નીકળવા મામલે NSUI દ્વારા કોલેજમાં હલ્લાબોલ કરાયું હતું. નર્સિંગ કોલેજમાં લાંબા સમયથી અખાદ્ય અનાજ પીરસાતું હતું. જે બાદ ઇયળ નીકળી જેથી કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા NSUI ને જાણ કરાઈ હતી. NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના અધ્યક્ષ સ્થાને વિરોધ નોંધાયો છે. ત્યારબાદ NSUIના હલ્લાબોલથી નર્સિંગ કોલેજે માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી માફી માંગી છે.
આનંદ નર્સિંગ કોલેજ કેન્ટીનના ભોજનમાં જીવતી ઈયળ નીકળવા મામલે NSUI દ્વારા હલ્લાબોલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -