આણંદના ઓડ શહેરમા બાર સ્થળોએ કુંજરાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધ્વારા પોલીયો દિવસ અંતર્ગત રવિવારે પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો રસી ના બે ટીપા પીવડાવવામા આવ્યા હતા ત્રણ દિવસ દરમ્યાન દરેક ઘરની મુલાકાત લેવામા આવશે અને બાકી રહી ગયેલા બાળકોને ઘરે પોલીયોની રસી પીવડાવવામાં આવશે. આ કાર્યકમમા આરોગ્ય કાર્યકરો , આંગણવાડી કાર્યકરો, આશા વકઁરો તથા સેવાભાવી કાર્યકરો જોડાયા હતા ઓડ પાલિકા માજી પ્રમુખ ગોપાલસિહ રાવલજીએ પાલિકા ખાતે દીપ પ્રાગ્ટય કરી કાર્યકમની શરૂઆત કરી હતી
દિલીપભાઈ એસ. પટેલ.-ઓડ.-(આણંદ).