આણંદના ઓડનગરમા શ્રીનિલકંઠ મહાદેવ ખાતે શ્રાવણ વદ સાતમના શીતળા સાતમના દિવસે બહેનો ધ્વારા શીતળામાતાની પુજા કરવામા આવી હતી નીલકંઠ મહાદેવ પાસે આંગણવાડીના ઓટલે મહિલા મંડલ દ્વારા શીતળામાતાની પૂજનનુ આયોજન કરવામાં આવેલ નિલકંઠ મહાદેવ પાસે રાજુભાઈ પાઠકે સૌ મહીલાઓને શિતળામાતાની પૂજા કરાવી હતી શીતળા માતાની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગો દુર થાય છે સમગ્ર પરીવારના રોગો પણ શીતળામાતાની કૃપાથી દુર થાય છે. શીતળામાતાના હાથમા સાવરણી ,કલશ , સૂપ અને લીમડાના પાન હાથમા હોય છે. શીતળા સાતમના દિવસે ઠંડા પાણીએ સ્નાન ત્થા ઠંડુ ખાવાનો રિવાજ છે .આ દિવસે રસોઈ બનાવવા માટે આગ પ્રગટાવવામાં આવતી નથી . આગલા દિવસે છઠ્ઠ ના દિવસે બનાવેલું ભોજન કરવામા આવે છે. ઓડનગરમા પૂરી શ્રધ્ધા, ઉમંગથી સૌ મહીલાઓએ આ વ્રત કરી શીતળામાતાની પૂજા , પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી
દિલીપભાઈ એસ. પટેલ.-ઓડ.(આણંદ).